Subscribe Us

Header Ads

LPG સિલિન્ડર પર સબ્સિડી મળી રહી છે કે નહીં, આ સરળ સ્ટેપ્સથી ઘરે બેઠા જાણી લો જલદી, નહિં તો..

ગેસ સિલિન્ડરને બુક કરાવ્યા બાદ હવે સબ્સિડી સીધી તમારા બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવે છે. તેના માટે તમારા ગેસ કનેક્શનની સાથે આધાર કાર્ડને લિંક કરવાનું જરૂરી છે. જો હવે તમારી પાસે આધાર કાર્ડ નથી તો પણ તમે આ એક કામ કરીને સબ્સિડી મેળવી શકો છો. LPG સિલિન્ડર પર સરકાર જે સબ્સિડી આપે છે તે ગ્રાહકો સુધી પહોંચતી નથી પરંતુ હવે તમે ઘરે બેઠા જ સબ્સિડીનું સ્ટેટસ જાણી શકશો.

આ સમયથી નથી મળી સબ્સિડી

image source

મળતી માહિતી અનુસાર મે મહિનાથી ગ્રાહકોને ગેસ સિલિન્ડરની સબ્સિડી મળી નથી. જુલાઈથી લઈને નવેમ્બર સુધી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. કંપનીઓએ ડિસેમ્બરમાં રસોઈ ગેસની કિંમતોમાં 2 વારમાં 100 રૂપિયા ભાવ વધાર્યા હતા. આ પછી ફેબ્રુઆરીમાં 3 વારમાં 100 રૂપિયા ભાવ વધાર્યા બાદ માર્ચમાં 25 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. હવે દિલ્હીમાં સિલિન્ડરની કિંમત 819 રૂપિયા છે તો કોલકત્તામાં 845.50 રૂપિયા અને ચેન્નઈમાં તે 835 રૂપિયે મળી રહ્યો છે.

જાણો સબ્સિડી મેળવવા શું કરવાનું રહેશે

image source

આધાર કાર્ડ વિના સબ્સિડી મેળવવા માટે ગ્રાહકે પોતાની ગેસ એજન્સીમાં જઈને એલપીજી ડિસ્ટ્રીબ્યુટરને બેંક ખાતા નંબર આપવાનો રહેશે. આમ કરવાથી ગ્રાહકની સબ્સિડીની રકમ સીધી તેના ખાતામાં જમા થશે. આ સુવિધા તે ગ્રાહકોને અપાઈ છે જેમની પાસે આધાર કાર્ડ નથી. તેનાથી તેને યોજનાનો લાભ મળી શકશે.

ગ્રાહકે આ ચીજોને સાથે રાખવાની રહેશે

image source

આ સમયે તમારે બેંક ખાતાની જાણકારીની સાથે ખાતાધારકનું નામ, બેંકની ખાતા સંખ્યા અને બેંકની બ્રાન્ચની સાથે સાથે આઈએફએસસી કોડ અને 17 અંકનો એલપીજી કન્ઝ્યુમર આઈડી આપવાનું રહેશે.

કેટલી સબ્સિડી મળે છે

image source

સબ્સિડી એ લોકોને મળે છે જેમની વાર્ષિક આવક 10 લાખ રૂપિયાથી વધારે હોતી નથી. જો પતિ અને પત્ની મળીને પણ 10 લાખ કમાય છે તો તેમને સબ્સિડી મળશે નહીં. હાલમાં રાંધણ ગેસ પર સબ્સિડી ઓછી થઇ ગઇ છે. કોરોનાકાળમાં ગ્રાહકોના ખાતામાં 10-12 રૂપિયા સબ્સિડી તરીકે આવી રહ્યાં છે. એક સમય હતો જ્યારે 200 રૂપિયા સુધીની સબ્સિડી મળતી હતી.

દિલ્હીમાં ગ્રાહકોને નથી મળી રહી સબ્સિડી

image source

કોરોના મહામારીના કહેરમાં કાબૂ થયા બાદ માંગમાં સુધારાની વચ્ચે આંતરરાષ્ટ્રિય બજારમાં એલપીજીના ભાવ વધી રહ્યા છે. ખાસ વાત એ છે કે સબ્સિડી અને વિના સબ્સિડી બંને સિલિન્ડરના ભાવ વધ્યા છે. દેશમાં એલપીજીના ભાવ એક જ હોય છે. સરકાર આ ગ્રાહકોને સબ્સિડી આપે છે. દિલ્હીમાં ગ્રાહકોને કોઈ સબ્સિડી મળતી નથી. હાલમાં અહીં સિલિન્ડરનો ભાવ 819 રૂપિયા થઈ ચૂક્યો છે.

આ રીતે ચૅક કરો સ્ટેટસ

image soucre

સૌથી પહેલા www.mylpg.in વૅબસાઇટ વિઝીટ કરો

 • તે બાદ જમણી બાજુ કંપનીઓના ગેસ સિલિન્ડરની ફોટો જોવા મળશે
 • જે પણ તમારો સર્વિસ પ્રોવાઇડર છે તેની ફોટો સિલેક્ટ કરો
 • તે બાદ એક નવી વિન્ડો ઓપન થશે તેમાં ગેસ પ્રોવાઇડરની જાણકારી હશે
 • જમણી બાજુ સાઇન ઇન અને ન્યુ યુઝરનો ઓપ્શન હશે, તેને સિલેક્ટ કરો
 • જો તમારી આઇડી બનેલી છે તો સાઇન ઇન કરો
 • જો આઇ ડી બનાવવાની બાકી છે તો ન્યૂ યુઝર સિલેક્ટકરવુ પડશે
 • તે બાદ વિન્ડો ખુલશે અને જમણી બાજુ વ્યૂ સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રીનો વિકલ્પ હશે તેને સિલેક્ટ કરો
 • તમને ખબર પડી જશે કે તમને સબ્સિડી મળી રહી છે કે નહી
 • સબ્સિડી ન મળવા પર તમે ટોલ ફ્રી નંબર 18002333555 પર ફરિયાદ કરી શકો છો .
 • કોમન વેબસાઈટની મદદથી આ રીતે કરો ચેક
 • સૌ પહેલાં http://mylpg.in/ પર જાઓ
 • અહીં 17 અંકનો LPG ID લખો.
 • રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ભરો ને સાથે કેપ્ચા કોડ ભરો અને આગળ વધો.
 • એક ઓટીપી આવશે તે ભરો
 • નવા પેજ પર ઈમેલ આઈડી અને પાસવર્ડ જનરેટ કરો.
 • ઈમેલ પર એક એક્ટીવેશન લિંક આવશે તેને ક્લિક કરો.
 • લિંક પર ક્લિક કરતાં તમારું એકાઉન્ટ એક્ટિવેટ થશે અને પછી તમે mylpg.in પર જઈને લોગઈન કરો.
 • અહીં તમારું આધાર કાર્ડ LPG એકાઉન્ટ સાથે લિંક છે તો ક્લિક કરો.
image source

હવે View Cylinder Booking History/subsidy transferred નો વિકલ્પ દેખાશે. અહીંથી તમને ખ્યાલ આવશે કે સબ્સિડી તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ છે કે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/lpggascylendarsubsidy/

Post a comment

0 Comments