Subscribe Us

Header Ads

અરુણા ઇરાનીથી લઈને બિંદુ સુધી, જ્યારે પબ્લિક પણ ડરતી હતી આ અભિનેત્રીઓથી, જે આજે થઇ ગઇ છે છુમંતર: PICS a

ફિલ્મોમાં વિલન ન હોય તો પછી ફિલ્મો બેસ્વાદ અને બોરિંગ લાગવા લાગે છે. તો જો વાત બોલીવુડની કરીએ તો હિન્દી સિનેમામાં જેટલું મહત્વ એક ખલનાયકને આપવામાં આવે છે એટલું જ મહત્વ ખલનાયિકાનું પણ હોય છે. એ સમયમાં પદ્મા ખન્ના જેવી અભિનેત્રીઓ કહેવાતી હતી ફિલ્મોની ફેમસ વેમ્પ.આ બધી વેમ્પ પોતાની સજીશોથી ફિલ્મોના હીરો હીરોઇનનો જીવ બાળતી હતી. તો પોતાના ગ્લેમરસ અવતારથી દર્શકોનું દિલ ચોરી લેતી હતી. હિન્દી સિનેમામાં ઘણી એવી વેમ્પ હતી જે આજે પણ પોતાના પાત્ર માટે યાદ છે.

અરુણા ઈરાની.

image soucre

જ્યારે વાત ખલનાયિકાઓની કરવામાં આવશે ત્યારે જાણીતી અભિનેત્રી અરુણા ઈરાનીનું નામ જરૂર લેવામાં આવશે. એમને 500થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. અરુણા ઈરાનીએ 1992માં આવેલી અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની ફિલ્મ બેટામાં નેગેટિવ રોલ માટે આજે પણ યાદ કરવામાં આવે છે. સાવકી માતા બનેલી અરુણા ઈરાનીએ પોતાના આ પાત્રને અમર કરી દીધું.

મોના ડાર્લિંગ ઉર્ફે બિંદુ.

image soucre

70 અને 80ના દાયકામાં હિન્દી ફિલ્મોનો એ સમય આવ્યો જ્યારે નાયિકાઓ સાથે ખલનાયિકાઓનો પણ મહત્વનો રોલ થવા લાગ્યો હતો. એ સમયે એન્ટ્રી થઈ અભિનેત્રી બિંદુની. એમને થોડા સમયમાં જ પોતાની અલગ ઓળખ બનાવી લીધી. 17 એપ્રિલ 1941માં બિંદુનો જન્મ ગુજરાતમાં થયો હતો. પોતાના પાત્રથી ફેન્સનું દિલ જીતનાર મોના ડાર્લિંગનું સાચું ન બિંદુ છે. બિંદુને એમના નેગેટિવ રોલના પાત્રના કારણે યાદ કરવામાં આવે છે. એમને ઈમ્તિહાન, હવસ, જંજીર, આયા સાવન જુમ કે, અમર પ્રેમ, રાજા રાની, મેરે જીવન સાથી, અભિમાન, ઘર હો તો એસા અને બીવી હો તો એસી જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

હેલન

image soucre

19 વર્ષની ઉંમરમાં હેલને ફિલ્મ હાવડા બ્રિજમાં મોટો બ્રેક મળ્યો. એ ફિલ્મના ગીત મેરા નામ ચીન ચીન ચુએ હેલનની કિસ્મત બદલી નાખી. એ પછી તો એ બોલીવુડની પહેલી આઈટમ ગર્લ બનીને સામે આવી. હેલન 60ના દાયકાની સેક્સ સિમ્બોલ ગણવા લાગી. હેલન પોતાના ડાન્સ સાથે સુંદરતા માટે પણ જાણીતી બની ગઈ હતી. એ જ્યાંરે ઘરની બહાર નીકળતી હતી તો બુરખો પહેરીને નીકળતી હતી. હેલનના ઘણા પાત્રો આજે પણ યાદ કરવામાં આવે છે. લાંબા સમયથી હેલને પણ ફિલ્મોથી અંતર બનાવી લીધું છે.

પદ્મા ખન્ના.

image soucre

નિર્દેશક રામાનંદ સાગરની રામાયણમાં કૈકેયીનું પાત્ર ભજવીને જાણીતી બનેલી એક્ટ્રેસ પદ્મા ખન્નાએ 80ના દાયકામાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું. પદ્માએ આ રોલ એટલો જબરદસ્ત રીતે ભજવ્યો કે લોકો એમને અસલ જિંદગીમાં પણ કૈકયીના નામથી ઓળખવા લાગ્યા હતા. લગ્ન પછી પદ્મા ખન્નાએ ફિલ્મોને અલવિદા કહી દીધું. લગ્ન પછી પદ્મા ખન્ના અમેરિકા જતી રહી. ત્યાં એમને ઇન્ડિયાનિકા ડાન્સ એકેડમી ખોલી જેમાં એ બાળકોથી લઈને વડીલોને ક્લાસિકલ ડાન્સ શીખવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/arunatobindu/

Post a comment

0 Comments