Subscribe Us

Header Ads

WhatsAppની ઘાંસુ ટ્રિક, કોઇ પણ ચેટને આ રીતે કરી દો લોક, પછી નહિં વાંચી શકે કોઇ

WhatsApp એક એવી એપ્લિકેશન છે જે આજકાલ મોટાભાગના સ્માર્ટફોન ધારકોના ફોનમાં હોય છે અને વૈશ્વિક રીતે તો WhatsApp એવી સોશ્યલ મીડિયા એપ પૈકી એક છે જે સૌથી વધુ લોકપ્રિય હોય. હા, એ વાત સાચી કે Whatsapp દ્વારા તેની પ્રાઇવસી પોલિસી અપડેટ કરવાની કાર્યવાહી બાદ ઘણા ખરા યુઝર્સ અન્ય સોશ્યલ મીડિયા એપ તરફ વળી ગયા હતા અને Whatsapp ને તેના યુઝર્સની સંખ્યામાં પણ ઘટાડો ભોગવવો પડ્યો હતો.

image soucre

ખેર, Whatsapp એક એવી એપ્લિકેશન છે જેમાં માણસ પોતાની પર્સનલથી માંડીને સામાજિક ઇમેજને છુપાવીને રાખે છે અને કદાચ એટલા માટે જ ઘણા ખરા Whatsapp યુઝર્સ પોતાની whatsapp ચેટ અન્ય લોકો સામે ઓપન કરવાથી અચકાય છે. અને વાત પણ સાચી છે આપણે કોની સાથે શું ચેટ કે વાત કરીએ તે અન્ય વ્યક્તિને કહેવાની કોઈ જરૂર નથી હોતી. ઘણા whatsapp યુઝર્સ પોતાના whatsapp ને લોક કરીને પણ રાખતા હોય છે પણ ક્યારેક ક્યારેક એવી પરીસ્તીથી પણ ઉદ્ભવતી હોય છે કે જયારે ફોનનો કે whatsapp નો લોક ઓપન કરીને આપણો ફોન બીજા વ્યક્તિને આપવાની જરૂર પડે છે. આવી પરિસ્તિથીમાં આપણને સતત એ ભય રહેતો હોય છે કે ક્યાં જે તે વ્યક્તિ તમારા whatsapp ચેટમાં ડોકિયાં ન કરે.

image soucre

ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને એક એવી તરીકે વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમારે આખી whatsapp ને લોક કરવાની જરૂર નહીં પડે. અને જો કોઈને તમારા એ લોકના પાસવર્ડ કે પેટર્ન વિષે ખબર પણ પડી જાય તો પણ તે તમારા whatsapp ચેટને વાંચી નહીં શકે. કારણ કે આ ટ્રીકની મદદથી તમે કોઈપણ ચેટ પર એક વધારાનો પાસવર્ડ લગાવી શકો છો. તો શું છે એ ટ્રીક ચાલો જાણીએ.

આ રીત અપનાવશો તો અન્ય પાસે નહીં ઓપન થાય તમારી whatsapp ચેટ

આ માટે તમારે તમારા ફોનમાં એક ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આ માટે તમે Play Store માં જઈને Chat Lock for WhatsApp સર્ચ કરવું.

image soucre

હવે તમે અહીં તસ્વીરમાં આપેલા આઇકનમાં દેખાય છે તેવું આઇકન ધરાવતી ઉપરોક્ત એપ ડાઉનલોડ કરી તેને ઓપન કરવાની રહેશે અને ત્યારબાદ તેને Start કરવાનું રહેશે.

image source

હવે તમારે થોડી પરમિશન આપવાની રહેશે. જેમાં Accessibility અને Battery Optimization પરમિશનને ઓન કરવાની રહેશે.

હવે તમારે તમારી પસંદગીનો એક પિન સેટ કરવાનો રહેશે અને બે વખત એ પિન એન્ટર કરી કન્ફ્રર્મ કરી લો.

હવે તમારે તેમાં એ ચેટ જોડવાની રહેશે જેને તમે પિન દ્વારા લોક કરવા ઈચ્છો છો. આ માટે તમારે નીચે આપવામાં આવેલા + ના નિશાનને ક્લિક કરવાનું રહેશે.

image soucre

હવે તમે તેમાં એક એક કરીને એ બધી ચેટ્સને ઉમેરી શકશો જે તમારે પિન દ્વારા લોક રાખવાની હોય. આખી પ્રક્રિયા પુરી થયા બાદ જયારે ઉપરોક્ત લોક કરેલી ચેટ ઓપન કરવામાં આવશે ત્યારે તેમાં પિન નાખવો પડશે. અને એ પિન તમે જ જાણતા હોવાથી અન્ય કોઈ તે ચેટ ઓપન નહીં કરી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Let's block ads! (Why?)source https://www.jentilal.com/whatsappchattlock/

Post a comment

0 Comments