Subscribe Us

Header Ads

સુરત: 13 વર્ષના બાળકને કોઈ લક્ષણ નહીં છતાં થયો કોરોના, અને 5 કલાકમાં જ થઇ ગયુ મોત, પરિવાર પર તૂટી પડ્યુ આભ

ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે ગુજરાતના સુરતમાં પણ કોરોના માથું ઉંચકી રહ્યો છે. અહીં કેસ વધતા જ ટેસ્ટિંગની કામગીરીને વધારવામાં આવી છે. આ સાથે જ અહીં નાઈટ કર્ફ્યૂને પણ લાગૂ કરાયો છે. આમ છતાં અહીં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

image socure

સુરતમાં કોરોનાના કેસ બાળકોમાં પણ જોવા મળી રહ્યા છે. કેટલાકમાં કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યા છે તો ક્યાંક લક્ષણો વિના જ કોરોના પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. સુરતના મોટા વરાછામાં મજૂરા ફાયર સ્ટેશન નજીકની સાચી હોસ્પિટલમાં 13 વર્ષના બાળકનું કોરોનાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. અહીં 10 વર્ષનું એક બાળક પણ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યું છે.

image socure

મળતી માહિતિ અનુસાર મોટા વરાછાના ડી માર્ટ પાસે એમ્બ્રોડરી મશીનનું કારખાનું ચલાવતા ભાવેશ ભાઈ કોરાટનો પુત્ર ધ્રૂવ રવિવાર પછી અચાનક બીમાર થયો અને સાથે જ કોરોનાના સામાન્ય લક્ષણો જેવા કોઈ લક્ષણ તેનામાં ન હતા. આ સિવાય તેને કોઈ અન્ય તકલીફ પણ ન હતી. અચાનક રવિવારે બપોર પછી શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અહીં તેનો એન્ટીજન ટેસ્ટ કરાયો. આ ટેસ્ટનું પરિણામ પોઝિટિવ આવ્યું અને સાથે જ તેની તબિયત પણ બગડવા લાગી. તેને સાચી હોસ્પિટલમાં લઈ જવાયો ત્યાં 5 કલાક તેને સારવાર આપવામાં આવી. પણે ડોક્ટર્સ આ માસૂમ બાળકને બચાવી શક્યા નહીં.

5 કલાકમાં જ પિતાએ ખોવી દીધો લાડકવાયો પુત્ર

image socure

અચાનક તબિયત ખરાબ થતા દીકરાને હોસ્પિટલ લઈ ગયેલા પિતાને 5 કલાક બાદ સમાચાર મળ્યા કે તેમનો પુત્ર હવે આ દુનિયામાં રહ્યો નથી. કોરોનાના કારણે સતત સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. ડોક્ટર્સનું કહેવું છે કે બાળકને લાવવામાં આવ્યો ત્યારે જ તેની તબિયત સિરીયસ હતી અને તેને વેન્ટીલેટર સહિતની સારવાર આપ્યા બાદ પણ તેનો જીવ બચાવી શકાયો ન હતો.

image socure

10 વર્ષનું અન્ય એક બાળક પણ કોરોના સામે લડી રહ્યું છે અને તે વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યું છે. તેને હોસ્પિટલ લવાયા બાદ તેનો એન્ટીજન અને આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

image soucre

તો હવેથી તમે પણ તમારા બાળકોને લઈને સતર્ક રહો તે જરૂરી છે. કોરોના કોઈ પણ લક્ષણો વિના પણ તમારા શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કોરોનાની બીજી લહેર મોટેરાંની સાથે સાથે નાના બાળકોને પણ તેનો શિકાર બનાવી રહી છે. સુરતમાં આ પ્રકારના કેસ વધી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Let's block ads! (Why?)source https://www.jentilal.com/suratbalak/

Post a comment

0 Comments