Subscribe Us

Header Ads

બિગ બોસ 14 પછી ફેમસ થયેલા આ ફેવરિટ કપલના ચાહકોને આ વાત જાણીને લાગશે ઝાટકો, કારણકે…

બિગ બોસ 14 પછીથી જ અલી ગોની અને જેસ્મીન ભસીન લોકોના ફેવરિટ કપલ બની ગયા છે અને બંનેનું બોન્ડિંગ એમના ફેન્સને ખૂબ જ ગમે છે. અને જ્યારે પણ સોશિયલ મીડિયા પર આ કપલ એકસાથે દેખાય છે, એમના ફેન્સ એમના પર ખૂબ જ પ્રેમ લૂંટાવે છે. એવામાં એમના ફેન્સને આતુરતાથી એ દિવસની રાહ છે જ્યારે બંને લગ્ન બંધનમાં બંધાઈ જશે. પણ લાગે છે કે હવે એમની આ રાહ એટલી જલ્દી નહિ ખતમ થાય કારણ કે જેસ્મીને હાલ લગ્ન માટે ઇનકાર કરી દીધો છે. શુ છે આખી બાબત ચાલો જાણી લઈએ.

image socure

એ તો બધા જાણે જ છે કે અલી ગોની અને જેસ્મીન બંને બિગ બોસ 14નો ભાગ રહ્યા હતા અને શોમાં બંનેની ક્યૂટ કેમેસ્ટ્રી ઘણી જ ચર્ચામાં રહી હતી. આ શો દરમિયાન જ બંનેનો પ્રેમ લોકોની સામે આવ્યો. એટલે સુધી કે જ્યારે જેસ્મીન ભસીન શોમાંથી બહાર થઈ ગઈ ત્યારે અલી ગોનીએ એલાન કર્યું કે એ ફક્ત પોતાની આ ખાસ ફ્રેન્ડ માટે શો રમશે અને જીતવાની કોશિશ કરશે.

image socure

શો પછી પણ બંને ઘણીવાર સાથે દેખાય છે. એટલું જ નહીં બિગ બોસ 14 ખતમ થતા જ જેસ્મીન અને અલી ગોની સાથે કશ્મીર ગયા અને ત્યાં બંનેએ ક્વોલિટી ટાઈમ વિતાવ્યો. હોળીના દિવસે પણ બંને એકબીજાને પ્રેમમાં સંપૂર્ણપણે રંગાયેલા દેખાયા.

image socure

અલી ગોનીના પરિવાર સાથે પણ જેસ્મીન ભસીન ખૂબ ક સારું બોન્ડિંગ શેર કરે છે. આ બધું જોઈને એમના ફેન્સને લાગી રહયુ હતું કે બંને જલ્દી જ લગ્ન કરવાનો નિર્ણય લઈ શકે છે. પણ હવે જેસમીને લગ્નની વાતથી ઇનકાર કરીને ફેન્સનું દિલ તોડી દીધું છે.

image soucre

થોડા દિવસ પહેલા જેસમીનને અમુક પેપરાજીએ એમના અને અલી ગોનીના સંબંધને લઈને અમુક સવાલો કર્યા અને એ પણ પૂછ્યું કે બંને લગ્ન ક્યારે કરી રહ્યા છે જેના જવાબમાં જેસમીને કહ્યું કે “એ અશક્ય છે. અમારી કોઈ વાત જ નથી ચાલી રહી. હજી તો નવો નવો પ્રેમ થયો છે અમને” જેસમીને કહ્યું કે હાલ બંને ખૂબ જ સારું બોન્ડિંગ શેર કરે છે. બંનેમાં ખૂબ જ સુંદર સંબંધ છે અને એ એનાથી ખુશ છે.

image socure

તમને જણાવી દઈએ કે છેલ્લા થોડા દિવસથી સતત એ ખબરો ઉડી રહી હતી કે અલી ગોની અને જેસ્મીન જલ્દી જ લગ્ન કરી શકે છે અને બંનેની ફેમીલી ઓફિશિયલ સેરેમની કરવા માટે તૈયાર થઈ ગઈ છે. પણ જેસમીને હવે આવી કોઈપણ પોઝિબલિટીથી ચોખ્ખો ઇનકાર કરી દીધો છે અને કહ્યું છે કે અલી ગોની અને એમની વચ્ચે હજી સુધી લગ્નને લઈને કોઈ વાતચીત નથી થઈ અને હાલ બંને રોમેન્ટિક ફેઝને એન્જોય કરી રહ્યા છે.

image soucre

જેસમીને હાલ લગ્નના સમાચારથી ભલે ઇનકાર કરી દીધો હોય પણ બંને જે રીતે સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે અને જે રીતે રોમેન્ટિક કેમેસ્ટ્રી બન્ને વચ્ચે દેખાઈ રહી છે એને જોતા એટલું તો કહી શકાય છે કે બન્ને એકબીજાને લઈને ઘણા જ સિરિયસ છે અને બની શકે કે અલી જેસ્મીન આવતા વર્ષ સુધી લગ્નનો નિર્ણય લઈ લે..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Let's block ads! (Why?)source https://www.jentilal.com/jaslinandgoni/

Post a comment

0 Comments