Subscribe Us

Header Ads

આ પ્રોસેસથી હવે સરળતાથી મળી જશે ગેસ સિલિન્ડર, નિયમમાં થયો છે આ ફેરફાર, જાણી લો જલદી નહિં તો…

દેશની સરકારી તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. તેના આધારે તમે હવેથી એડ્રેસ પ્રૂફ વિના પણ ગેસ સિલિન્ડરની ખરીદી કરી શકો છો. પહેલા જે લોકો પાસે એડ્ર્સ પ્રૂફ ન હતું તેમને માટે રસોઈ ગેસ મેળવવાનું મુશ્કેલ બનતું હતું. હવે આઈઓસીએલે સામાન્ય લોકો માટે રસોઈ ગેસ પર એડ્રેસ પ્રૂફના નિયમને બંધ કર્યો છે.

image source

સરકાર પીએમ ઉજ્જવલા યોજનાના આધારે 2 વર્ષમાં 1 કરોડથી વધારે લોકોને ફ્રીમાં એલપીજી કનેક્શન આપે છે. સરકાર વિના રેસિડન્ટ પ્રૂફ એલપીજી કનેક્શન આપી રહી છે. આ સિવાય લોકોને તેમની પડોશના 3 એલપીજી ડીલર પાસેથી એક રિફિલ સિલિન્ડર લેવાનો ઓપ્શન પણ આપી રહી છે. સ્વચ્છ ઈંધણ, સારુ જીવન આ નારા સાથે કેન્દ્ર સરકારે 1 મે 2016ના રોજ પીએમ મોદીના નેતૃત્વમાં આ સામાાજિક કલ્યાણ યોજનાને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના નામે શરૂ કરી હતી.

આ રીતે બુક કરી લો એલપીજી સિલિન્ડર

image source

ઈન્ડેનનો એલપીજી સિલિન્ડર બુક કરવા માટે તમારે 8454955555 પર મિસ્ કોલ કરવાનો રહે છે. દેશના કોઈ પણ ખૂણેથી તમે આ 1 નંબરની મદદથી તમારો સિલિન્ડર બુક કરાવી શકો છો. આ સિવાય તમે વોટ્સએપની મદદથી પણ સિલિન્ડર બુક કરી શકો છે. તમે રિફિરલ ટાઈપ કરો અને સાથે 7588888824 પર મેસેજ કરી લો. તમારો સિલિન્ડર બુક થઈ જશે.

આટલી છે કિંમત

image source

ઈન્ડિયન ઓઈલ લિમિટેડે આ મહિને ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમતમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ઘટાડા બાદ 1 એપ્રિલથી દિલ્હીમાં એક એલપીજી સિલિન્ડરની કિંમત 809 રૂપિયા, કોલકત્તામાં 835.50 રૂપિયા, મુંબઈમાં 809 રૂપિયા અને ચેન્નઈમાં 825 રૂપિયા નક્કી કરાઈ છે.

સતત વધી રહ્યા છે ગેસ સિલિન્ડરના ભાવ

image source

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2021માં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 3 વાર વધારો થયો છે. 4 ફેર્બુઆરીએ 25 રૂપિયા અને પછી 14 ફેબ્રુઆરીએ 50 રૂપિયા તો 25 ફેબ્રુઆરીએ 25 રૂપિયાનો વધારો કર્યો છે. આમ કુલ 100 રૂપિયાનો વધારો એક મહિનામાં થવાથી સામાન્ય માણસે ભારે હાલાકી ભોગવી છે.

image source

તો હવેથી તમે પણ જ્યારે તમારા ઘરના ગેસ સિલિન્ડરનું બુકિંગ કરવો છો કે નવો સિલિન્ડર ખરીદો છો તો ઉપરની તમામ વાતોને ધ્યાનમાં રાખી લો તે ખાસ જરૂરી છે. શક્ય છે તમને તેનાથી સુવિધા રહેશે અને સાથે જ તમારું કામ પણ સરળ બની જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Let's block ads! (Why?)source https://www.jentilal.com/sarlatathigascylender/

Post a comment

0 Comments