Subscribe Us

Header Ads

આવી ગયું છે આ નવું એસી, જ્યાં ઈચ્છો ત્યાં લઈ જઈ શકશો અને મળશે ઠંડી હવા

ગરમીની સીઝન દસ્તક દેવાનું ચાલુ કરી ચૂકી છે ત્યારે હવે આપણા સૌના ઘરમાં એસી અને કૂલર ચાલુ થઈ ચૂક્યા છે. જો તમે પણ આ ગરમીમાં એસી લેવાનો પ્લાન કરી રહ્યા છો તો આ કંપની તમારા માટે નવા પ્રકારના ટાયર વાળા એસી લઈને આવી છે. આ એસીની મદદથી તમે એસી જેવી જ હવા સસ્તામાં મેળવી શકો છો અને સાથે જ તમે તેને ઈચ્છો ત્યાં લઈ જઈ શકો છો.

image soucre

જ્યારે પણ તમે એસી ખરીદવાનું વિચારો છો તો અનેક વાતને ધ્યાનમાં રાખવામાં આવે છે. આ સિવાય તમે એસી લેવાનો પ્લાન કરી રહ્યા છો તો તમે આ નવું એસી ખરીદી શકો છો. આ સમયે તમારી સામે સવાલ રહે છે કે તમે એસી ક્યાં લગાવશો, વિન્ડો એસી હશએ તો ક્યાં લગાવશો, રૂમની સાઈઝ વગેરે અનેક વાતોને તમારે ધ્યાનમાં રાખવાની રહે છે. પરંતુ આ વર્ષે બજારમાં નવા એસી આવ્યા છે. જેને તમે સરળતાથી ખરીદી શકો છો અને તે તમારી જરૂરિયાતને પૂરી કરે છે.

જાણો કેવા હોય છે આ એસી

image socure

આ નવા એસી પોર્ટેબલ એસી કહેવાય છે. તેને તમે ઘરમાં જ્યાં જરૂર હોય ત્યાં ઉપયોગમાં લઈ શકો છો. આ એસી ટાયર વાળા હોવાથી તમે તેને ગમે ત્યાં ફેરવી શકો છો અને ઠંડી હવાનો અહેસાસ માણી શકો છો. જાણો શું છે આ પોર્ટેબલ અને નવા એસીની ખાસિયતો અને કેવી રીતે તમારા માટે ઉપયોગી રહે છે.

શું હોય છે પોર્ટેબલ એસી

image socure

પોર્ટેબલ એસીને કોઈ પણ પ્રકારના રૂમમાં યૂઝ કરી શકાય છે. તેને એક જગ્યાએથી અન્ય જગ્યાએ પણ લઈ જઈ શકાય છે. આ એસીમાં વ્હીલ્સ એટેલે કે ટાયર લાગેલા હોય છે અને તે સાઈઝમાં પણ નાના હોય છે. તેનું વજન પણ ઓછું હોય છે. આ કારણે તમે તેને ઓછી જગ્યામાં સરળતાથી યૂઝ કરી શકો છો અને તમારી મરજી અનુસાર ઘરમાં ગમે ત્યાં હટાવી પણ શકો છો. રૂમથી ગરમ હવાને બહાર કાઢવા માટે તેમાં પાછળની તરફ લગભગ 8-10 ફીટનો લાંબો પાઈપ હોય છે. જો તમે એસીની ક્ષમતાની વાત કરો છો તો આ પોર્ટેબલ એસી અડધા ટનથી લઈને 1.5 ટન સુધીના આવે છે. તમે તમારી જરૂરિયાત અને રૂમની સાઈઝને ધ્યાનમાં રાખીને સામાન્ય એસીની જેમ જ તેની ખરીદી કરી શકો છો.

આ એસી કોને આપશે સૌથી વધારે ફાયદો

image socure

આ એસી એ લોકોને વધારે ફાયદો આપશે જે એક જ એસી એફોર્ડ કરી શકે છે. આ એસી ખરીદી લેશો તો તમે કોઈ પણ રૂમમાં બેસો છો તો તમને ખાસ સુવિધા મળી રહે છે. તમારે દરેક રૂમમાં અલગ અલગ એસીની જરૂર રહેશે નહીં. એક જ એસીને તમે જરૂરિયાત અનુસાર ઘરમાં ફેરવીને કામ ચલાવી શકો છો. એટલે કે ઓછા ખર્ચે ઠંડી હવા આ ગરમીની સીઝનમાં તમે મેળવી શકશો.

image socure

અનેક વાર રૂમમાં એવી સ્થિતિ બને છે જ્યાં ન તો દીવાલ પર સ્પિલ્ટ એસી લગાવી શકાય છે અને ન તો વિન્ડો એસી. આવી સ્થિતિમાં આ નવા ટાયર વાળા પોર્ટેબલ એસી તમારી મદદ કરી શકે છે. તમે પોતાના બેડની પાસે તેને રાખી શકો છો. આ એસી એક ખુરશી જેટલી જગ્યા રોકે છે અને આખા રૂમને મસ્ત ઠઁડો કરી દે છે. તો તમે પણ આ ગરમીમાં એસી ખરીદવાનો પ્લાન કરો છો તો આ પોર્ટેબલ એસી તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. આ એસી એ લોકોને વધારે ફાયદો આપે છે જેઓ ભાડાના મકાનમાં રહે છે. જ્યારે તમાર ઘર ચેન્જ કરવું હોય ત્યારે તમે તેને સાથે લઈ જઈ શકો છો. કોઈ ફિટિંગની પણ ઝંઝટ રહેતી નથી. તમે એક સૂટકેસની જેમ તેને સાથે ક્યાંય પણ લઈ જઈ શકો છો.

કેટલા રૂપિયામાં મળી રહેશે આ પોર્ટેબલ ટાયરવાળું એસી

image socure

આમ તો દરેક કંપનીના ફીચર્સના આધારે અને ટનના આધારે તેની કિંમત નક્કી કરાય છે.પરંતુ તેમ છતાં પણ તમે આ પોર્ટેબલ એસી 25-30 હજારની વચ્ચે મેળવી શકો છો. આ લગભગ એક ટનનું રહે છે. અનેક કંપનીઓ આ રીતના એસી વેચે છે. તો તમે પણ જાણી લો ખરીદતા પહેલા કામની વાત અને પછી આ ગરમીમાં માણો ઠંડી હવાની મજા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Let's block ads! (Why?)source https://www.jentilal.com/newportableac/

Post a comment

0 Comments