Subscribe Us

Header Ads

નિર્મલ સિંહ મલ્ટીનેશનલ કંપનીની નોકરી છોડીને આ સ્ટાર્ટઅપથી દર મહિને લાખ રૂપિયા કમાઈ રહ્યા છે…

33 વર્ષના નિર્મલ સિંહ કહે છે કે એન્જિયરિંગ પછી કેટલાંક વર્ષો સુધી જોબ માટે અપ્લાઈ કર્યું, પણ મનપસંદ નોકરી ન મળી. ફેમિલી બેકગ્રાઉન્ડ ખેતીનું હતું તો મેં નક્કી કર્યું કે આમતેમ ભટકવા કરતાં સારું છે કે ખુદની ખેતી સંભાળી લેવી. ત્રણ-ચાર વર્ષ મેં ખેતી કરી. જોકે અહીં પણ મેં જેટલું વિચાર્યું હતું, એટલો સારો રિસ્પોન્સ ન મળ્યો. બજારના ચક્કર કાપવામાં મારો સમય નીકળી જતો હતો. મારી પ્રોડક્ટના યોગ્ય ભાવ પણ મળતા નહોતા. એના પછી ખેતીથી પણ મારું મન ભરાઈ ગયું અને ફરી નોકરી શોધવા લાગ્યો. એના પછી 2016માં એક મલ્ટીનેશનલ કંપનીમાં મારી નોકરી લાગી ગઈ. અહીં સારોએવો પગાર હતો. જોકે હું ઘણીવાર વિચાર્યા કરતો હતો કે કંઈક પોતાનું શરૂ કરવું. એના પછી 2019માં ગામડે પરત જતો રહ્યો અને વર્મી કમ્પોસ્ટ બનાવવાનું કામ કરવા લાગ્યો.

વર્મી કમ્પોસ્ટ કે અળસિયાંથી બનતા ખાતર અંગે તમે જરૂર સાંભળ્યું હશે. હાલનાં કેટલાંક વર્ષોમાં તેની ડિમાન્ડ વધી છે. મોટા ભાગના ખેડૂતો કેમિકલ ફર્ટિલાઈઝર છોડીને ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે. આ ખેડૂતો વર્મી કમ્પોસ્ટનો જ ઉપયોગ કરી રહ્યા છે. વર્મી કમ્પોસ્ટ પાક માટે તો સારું છે જ, પણ સાથે તે હવે કરિયર ગ્રોથમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અનેક લોકો મોટી-મોટી નોકરીઓ છોડીને આ સેક્ટરમાં આવી રહ્યા છે.આવા જ એક યુવા ઉદ્યોગસાહસિક છે હરિયાણાના કરનાલ જિલ્લાના રહેવાસી નિર્મલ સિંહ સિદ્ધુ, જેઓ એક ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમણે કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. ત્રણ વર્ષ સુધી મલ્ટીનેશનલ કંપનીમાં જોબ પણ કરી, પરંતુ હવે તેઓ વર્મી કમ્પોસ્ટનો બિઝનેસ કરી રહ્યા છે. બે વર્ષ અગાઉ કરનાલથી શરૂ થયેલો તેમનો બિઝનેસ આજે ધીમે ધીમે દેશભરમાં ફેલાઈ રહ્યો છે. અત્યારે તેઓ દર મહિને આનાથી એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યા છે.

મેરઠથી અળસિયાં લાવ્યો, ટ્રેનિંગ લઈને શરૂઆત કરી

નિર્મલ સિંહે કંઈક ઈન્ટરનેટ દ્વારા તો કંઈક એક્સપર્ટને મળીને વર્મી કમ્પોસ્ટ બનાવવા અંગે જાણકારી મેળવી. એના પછી મેરઠના એક ખેડૂત પાસેથી તેમણે અળસિયાં ખરીદ્યાં અને બે-ચાર બેડ સાથે તેની શરૂઆત કરી. થોડા જ મહિનામાં એનાં સારાં પરિણામ મળવા લાગ્યાં. એના પછી તેમણે બેડની સંખ્યા વધારવાનું શરૂ કર્યું. અત્યારે તેમની પાસે અડધા એકર જમીનમાં 100થી વધુ બેડ છે. આવનારા દિવસોમાં તેઓ બેડની સંખ્યા 200થી આગળ લઈ જવાના છે.

બેડની લંબાઈ કેટલી હોવી જોઈએ, છાણ અને અળસિયાંનું પ્રમાણ કેટલું હોવું જોઈએ?

આ માટે કોઈ નક્કી પેરામીટર નથી. ખેડૂત પોતાની જરૂરિયાતના હિસાબે બેડની લંબાઈ રાખી શકે છે, પરંતુ તેણે ધ્યાન રાખવું પડશે કે એ જ પ્રમાણમાં તેની પાસે મટીરિયલ પણ હોવું જોઈએ. એક ફૂટ જેટલા લાંબા બેડ માટે 50 કિલો છાણની જરૂર પડે છે. જો આપણે 30 ફૂટ લાંબો બેડ બનાવી રહ્યા છીએ તો આપણને 1500 કિલો છાણ અને 30 કિલો અળસિયાં જોઈશે. જો તમારી પાસે છાણની ઉપલબ્ધતા ઓછી છે તો તમે 30 ટકા છાણ અને બાકી ઘાસ કે એવી કોઈપણ ચીજ ઉમેરી શકો છો, જે આસાનીથી સડી શકે. એક ફૂટના બેડ માટે એક કિલો અળસિયાંની જરૂર હોય છે. જો અળસિયાં ઓછાં હશે તો ખાતર તૈયાર થવામાં સમય વધુ લાગશે. પૂરતા પ્રમાણમાં તમામ ચીજો મિશ્રિત કર્યા પછી 30 ફૂટ લાંબા બેડથી ખાતર બનાવવામાં એક મહિનાનો સમય લાગે છે. વર્મી કમ્પોસ્ટ બન્યા પછી ઉપરથી ખાતર કાઢી લેવાય અને નીચે જે બચે છે એમાં અળસિયાં હોય છે. ત્યાંથી જરૂરિયાત પ્રમાણે અળસિયાં કાઢીને બીજાં બેડ પર નાખી શકાય છે. એવું કરવાથી વારંવાર અળસિયાં ખરીદવાની જરૂર રહેતી નથી.

image socure

અળસિયાંની અનેક પ્રજાતિ હોય છે, જેનો અલગ-અલગ પ્રોડક્શન રેટ હોય છે. નિર્મલ જે અળસિયાંનો ઉપયોગ કરે છે તે ઓસ્ટ્રેલિયન આઈસોનિયા ફેટિડા છે. આ એક દિવસમાં એક કિલો છાણ ખાય છે અને એ ડબલ પણ થઈ જાય છે, એટલે કે જે લોકો ખાતરની સાથે અળસિયાંનો બિઝનેસ કરવા માગે છે, તેમના માટે આ સારો વિકલ્પ છે.

ક્યાંથી લઈ શકો છો ટ્રેનિંગ, ક્યાંથી ખરીદશો અળસિયાં?

નિર્મલ સિંહ ખુદ પણ વર્મી કમ્પોસ્ટ બનાવવાની ટ્રેનિંગ મફતમાં આપે છે. તેમની જેમ દેશના અન્ય હિસ્સાઓમાં પણ અનેક ખેડૂતો એની ટ્રેનિંગ આપે છે. આ સાથે જ નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી પણ તેના વિશે જાણકારી મેળવી શકાય છે. શરૂઆતમાં ખાતર તૈયાર કરનારા પાસેથી અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી પણ ખૂબ ઓછી કિંમત પર અળસિયાંની ખરીદી તમે કરી શકો છો.

ઓછા ખર્ચમાં વધુ નફો કેવી રીતે કમાશો?

નિર્મલ અળસિયાં બનાવવાની સાથે સાથે ખેડૂતોને ખાતર બનાવવાની ટ્રેનિંગ પણ આપે છે. આ માટે તેઓ કોઈની પાસેથી કોઈ ચાર્જ લેતા નથી. જે ખેડૂતો તેનો બિઝનેસ શરૂ કરવા માગે છે તો એને તેઓ અળસિંયા પણ ઉપલબ્ધ કરાવે છે. હા, જો કોઈ બલ્કમાં લેવા માગે તો તેમની પાસેથી તેઓ ચાર્જ લે છે. તેમના અનુસાર વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવા માટે વધુ ખર્ચની જરૂર હોતી નથી. ખૂબ ઓછા ખર્ચમાં એની શરૂઆત કરી શકાય છે. તેમના અનુસાર પ્રથમ એક બેડથી શરૂઆત કરવી જોઈએ. એ બેડ તૈયાર થઈ જાય તો એ જ અળસિયાંથી બીજું અને પછી એમ કરીને ત્રીજું, ચોથું બેડ તૈયાર કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Let's block ads! (Why?)source https://www.jentilal.com/nirmalsinh/

Post a comment

0 Comments