Subscribe Us

Header Ads

આ અભિનેત્રી જ્યારે પહેલી વાર પિરીયડ્સમાં થઇ ત્યારે રડી હતી ખૂબ જ, અને પછી મમ્મીએ…

પીરિયડ્સ કે માસિકધર્મ વિશે આજે દરેક વ્યક્તિ વાત કરવામાં ખચકાટ અનુભવે છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી લોકોએ આ વિશે વાત કરવાનું શરૂ કરી દીધું છે કારણ કે આ સ્ત્રીઓના જીવન સાથે જોડાયેલો એક અગત્યનો ભાગ છે. બૉલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેએ પણ પોતાના પહેલા પિરિયડ્સને લઈને એક મોટો ખુલાસો કર્યો હતો. જેના કારણે એ ચર્ચામાં આવી ગઈ હતી. રાધિકા આપ્ટેએ જણાવ્યું કે એમના પરિવારના સભ્યોએ એમની સાથે કેવો વ્યવહાર કર્યો હતો.

image soucre

વાત જાણે એમ હતી કે રાધિકા આપ્ટેનો આ કિસ્સો એ દરમિયાન સામે આવ્યો હતો જ્યારે વર્ષ 2018માં આવેલી ફિલ્મ પેડમેનના પ્રમોશનમાં રાધિકા આપ્ટે ઘણી જ વ્યસ્ત હતી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાધિકા આપ્ટેએ પોતાના પહેલા પીરિયડ્સનો અનુભવ શેર કર્યો હતો. એ સમયે એમની સાથે અક્ષય કુમાર અને સોનમ કપૂર પણ હાજર હતા. રાધિકા આપ્ટેએ પહેલાં પીરિયડ્સ પર એમના પરિવારના લોકોની પ્રતિક્રિયા વિશે જણાવ્યું જેને સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિ હેરાન રહી ગયા.

image soucre

ફિલ્મના સ્ટારકાસ્ટને જ્યારે પૂછવામાં આવ્યું કે એમના ઘરે પીરિયડ્સ અને સેનેટરી પેડ્સને લઈને કેવો માહોલ રહ્યો છે તો રાધિકા આપ્ટેએ કોઈપણ જાતના ખચકાટ વગર જણાવ્યું કે એમના પરિવારમાં બધા જ ડોકટર છે એટલે એમના ઘરમાં આવી રૂઢિવાદી વાતો નહોતી થતી. એમને પહેલેથી જ આ વિશે જાણકારી આપી દેવામાં આવી હતી. તેમ છતાં જ્યારે એમને પહેલી વાર પીરિયડ્સ થયા તો એ ખૂબ જ રડી હતી.

image socure

રાધિકા આપ્ટેએ આગળ જણાવ્યું કે અસલમાં પોતાના આ શારીરિક પરિવર્તનથી એ ખૂબ જ ગભરાઈ ગઈ હતી પણ એમની માતાએ ઘરમાં એક મોટી પાર્ટી આપી હતી જેમાં એમના સગા સંબંધીઓ અને મિત્રો બધા જ આવ્યા હતા. રાધિકા આપ્ટેને પહેલા પીરિયડ્સ પર ભેટ રૂપે ઘડિયાળ મળી હતી અને બીજા ઘણા ગિફ્ટસ મળ્યા હતા.

image source

રાધિકા આપ્ટેએ એ પણ કહ્યું કે એ સાચું છે કે આજે પણ સેનેટરી પેડ ખરીદવાની લઈને છોકરીઓને ઘણીવાર શરમમાં મુકાવું લડે છે. એમને આગળ જણાવ્યું હતું કે શરૂ શરૂમાં એમને પણ શરમ આવતી હતી પણ એક દિવસ એમને નક્કી કર્યું કે એ દુકાને જશે અને કોઈપણ જાતના ખચકાટ વગર સેનેટરી પેડ માંગશે અને એમને આવું કર્યું પણ ખરા. એક દિવસ એમને મોટેથી બૂમ પાડીને દુકાનદાર પાસે સેનેટરી પેડ માંગ્યા અને આ રીતે પોતાની શરમને દૂર કરી દીધી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Let's block ads! (Why?)source https://www.jentilal.com/radhikaampte/

Post a comment

0 Comments