Subscribe Us

Header Ads

દારૂના નશામાં આ સ્ટાર્સ એવી હરકતો કરી ચુક્યા છે કે જેના કારણે એમને ભોગવવું પડ્યું હતુ મોટું નુકસાન

બૉલીવુડ સ્ટાર્સની દરેક હરકત હેડલાઈન બની જાય છે અને જો એમને કોઈ એવી હરકત કરી હોય કે કોઈ સ્ટેટમેન્ટ આપ્યું હોટ તો સારી એવી બબાલ મચી જાય છે. અમુક બૉલીવુડ સ્ટાર્સ એવા પણ છે જેમના પર દારૂના નશામાં મારામારી કરવાથી લઈને ગાળાગાળી કરવા સુધીનો આરોપ લાગી ચુક્યો છે અને પોતાની આ હરકતોના કારણે એ વિવાદોમાં પણ ઘેરાઈ ચુક્યા છે. ચાલો આજે જાણી લઈએ એવા જ કેટલાક સ્ટાર્સ વિશે જે દારૂના નશામાં તમાશો કરી ચુક્યા છે.

સલમાન ખાન.

image source

બોલિવુડના દબંગ ખાનના દારૂના નશામાં ધુત્ત થઈને બબાલ કરવાના તો ઘણા કિસ્સા છે. સલમાન ખાનનો વર્ષ 2002માં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસ ઘણો જ ચર્ચામાં રહ્યો હતો અને એ બાબતે એમના પર કેસ પણ નોંધાઇ ચુક્યો છે. એકવાર તો સલમાને નશામાં એકટર રણબીર કપૂર પર હાથ પણ ઉપાડી દીધો જતો. નશામાં ધુત્ત થઈને ઐશ્વર્યા રાયના ઘરે સલમાન દ્વારા કરવામાં આવેલા તમાશાની કહાની તો તમને યાદ જ હશે, એ સિવાય 2008માં નશાની હાલતમાં સલમાન ખાન શાહરુખ ખાન સાથે લડી પડ્યા હતા, જેના કારણે લગભગ 6 વર્ષ સુધી શાહરુખ સાથે એમની વાતચીત બંધ રહી. એ સિવાય અમુક પાર્ટીઝમાં પણ સલમાન ખાનનો દારૂના નશામાં ઝગડો કરવાનો કિસ્સો સામે આવી ચુક્યો છે.

સંજય દત્ત.

image source

સંજય દત્ત લગભગ દરેક પાર્ટીમાં નશામાં જોવા મળે છે. એમના નશા અને ડ્રગની લતનો ખુલાસો એમની બાયોપિક ફિલ્મ સંજુમાં પણ કરવામાં આવ્યો છે. સંજય દત્તે જાતે કેટલાક ઇન્ટરવ્યૂમાં પોતાની દારૂ અને ડ્રગ્સની લતને કબૂલ કરી છે. એ ઘણીવાર મીડિયા સાથે વાત કરતી વખતે પણ દારૂના નશામાં જ દેખાઈ ચુક્યા છે.

કપિલ શર્મા.

image source

કોમેડી કિંગ કપિલ શર્મા પર પણ દારૂના નશામાં ધુત્ત થઈને અભદ્રતા કરવાનો આરોપ લાગી ચુક્યો છે. દારૂના નશામાં જ એમને સુનિલ ગ્રોવર પર ચપ્પલ ફેંકી દીધું હતું એ પછીથી સુનિલ ગ્રોવરે એમની સાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું. કપિલ અને એમની ટીમ એક શો પછી ઓસ્ટ્રેલિયાથી ઇન્ડિયા પરત આવી રહ્યા હતા. કપિલ શર્માએ દારૂ પીધેલો હતો અને નશામાં એમને સુનિલ ગ્રોવર, અલી અસગર અને ચંદન પ્રભાકરને ગાળો બોલવાનું શરૂ કરી દીધું. જ્યારે સુનિલે એમનો વિરોધ કર્યો તો કપિલે ફ્લાઈટમાં જ એમના પર ચપ્પલ ફેંક્યું હતું. આ ઘટના પછી સુનિલે એમની સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. કપિલની આ હરકત એમના સક્સેસફુલ કરિયરમાં હંમેશા માટે એક ડાઘ બનીને રહી ગઈ.

શાહરુખ ખાન.

image source

કિંગ ખાન દ્વારા દારૂના નશામાં દુર્વ્યવહાર સાથે જોડાયેલો એક કિસ્સો 2012માં ત્યારે સામે આવ્યો જ્યારે વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સએ મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને આઇપીએલ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. આ જીતનો જશન મનાવી રહેલા કૅકેઆરના મલિક શાહરુખ ખાન ત્યારે વિવાદોમાં આવી ગયા જ્યારે એમને દારૂના નશામાં બીસીસીઆઈના અધિકારીઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું. જણાવવા આવે છે કે મેચ પુરી થયા પછી એમસીએના ઓફિશિયલસે ફ્લડ લાઈટ બંધ કરી દીધી તો શાહરુખ એમસીએ અને બીસીસીઆઈના અધિકારીઓ સાથે ઉલજી પડ્યા. આ કિસ્સા પછી મુંબઈના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસે એ વાતની પુષ્ટિ કરી હતી કે એ સમયે શાહરુખ ખાન નશામાં હતા. એ સિવાય શાહરુખ ખાન દારૂના નશામાં તેની ફ્રેન્ડ ફરાહ ખાનના પતિની પણ પીટાઈ કરી ચુક્યા છે.

મિકા સિંહ.

image source

જાણીતા સિંગર મિકા સિંહ પણ દારૂના નશામાં બબાલ કરી ચુક્યા છે. આ વાત વર્ષ 2006ની છે જ્યારે મિકા સિંહ પોતાના જન્મદિવસે કેક કાપ્યા પછી બધાની સામે આઈટમ ગર્લ રાખી સાવંત સાથે લિપલોક કર્યું હતું જે વાત પર ઘણી બબાલ થઈ હતી. રાખી આ વાત માટે કોર્ટ સુધી ગઈ હતી. રાખીએ આરોપ લગાવ્યો હતો કે આ મિકા સિંહે નશામાં જબરદસ્તી કર્યું છે. ઘણા દિવસો સુધી આ બાબત મીડિયામાં છવાયેલી રહી હતી.

મલાઈકા અરોરા.

image source

મલાઈકા આરોરાએ પણ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના 50માં જન્મદિવસે ખૂબ જ દારૂ પીધો જતો અને ઘણી જ અજીબોગરીબ હરકતો કરવા લાગી હતી. સોનમ કપૂરે મલાઈકાને સાંભળવાની કોશિશ કરી તો નશામાં મલાઈકાએ સોનમને પણ ધક્કો મારી દીધો હતો. ત્યારે મલાઈકા પોતાની આ હરક્તના કારણે ચર્ચામાં છવાઈ ગઈ હતી.

અમિષા પટેલ.

image source

કહો ના પ્યાર હે ફિલ્મથી પોતાનું કરિયર શરૂ કરનારી અમિષા પટેલની દારૂની લત વિશે તો બધા જાણે જ છે. એકવાર અમિષા ત્યારે ખૂબ જ ચર્ચામાં રહી હતી જ્યારે દારૂના નશામાં એ એક પાર્ટીમાં ખુલ્લેઆમ કિસ કરતી દેખાઈ હતી. ઘણીવાર નશાની હાલતમાં એ ઇન્ટરવ્યૂ પણ આપી ચુકી છે.‘

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Let's block ads! (Why?)source https://www.jentilal.com/darunanasamastar/

Post a comment

0 Comments