છત્તીસગઢ રાજ્યમાં આવેલ બીજાપુર અને સુક્મામાં શનિવાર દિવસે થયેલ નક્સલી હુમલામાં ૨૨ સૈનિકો શહીદ થઈ ગયા છે. આ નક્સલી હુમલા બાદ એવું જણાવવામાં આવી રહ્યું છે કે, નક્સલી હુમલા દરમિયાન જો સીઆરપીએફના સેકેંડ ઈન કમાંડ સંદીપ દ્વિવેદી દ્વારા બતાવવામાં આવેલ અદ્દભુત સાહસ અને વીરતા ના દર્શાવી હોત તો હજી પણ વધારે સૈનિકોએ જીવ ગુમાવી દીધા હોત. અત્યારે સીઆરપીએફ સેકેંડ ઈન કમાંડ સંદીપ દ્વિવેદીની સારવાર રાયપુરમાં આવેલ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ રહ્યા છે.
છત્તીસગઢ રાજ્યના બીજાપુરમાં નક્સલ વિરોધી અભિયાન માટે કોબરા બટાલિયન, DRG અને STFની એક સંયુક્ત ટીમ મોકલવામાં આવી હતી. આ ઓપરેશનને સીઆરપીએફના જવાન કોબરા બટાલિયનના સેકેંડ ઈન કમાંડ સંદીપ દ્વિવેદી દ્વારા લીડ કરવામાં આવી રહ્યું હતું. જે સમયે નક્સલીઓ ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો તે સમયે સંદીપ દ્વિવેદી દ્વારા ગોળીઓનો વરસાદ કરવામાં આવ્યો અને સામે ઉભેલ મૃત્યુના વાતાવરણમાં પણ પોતાના અદ્દભુત સાહસનો પરિચય આપ્યો હતો.
સીઆરપીએફના સેકેંડ ઈન ઓફિસર સંદીપ દ્વિવેદીએ જવાનોને ના માત્ર સાહસ કરીએ જવાબી કાર્યવાહી કરવા માટે જણાવ્યું પણ નક્સલીઓ તરફથી સુરક્ષાબળને ફસાવવા માટે લગાવી રાખેલ ઘાતક એમ્બુસને પણ તોડી પાડવામાં આવ્યું.
એક બાજુ જ્યાં સંદીપ દ્વિવેદી નક્સલીઓને તેમના દ્વારા કરવામાં આવેલ હુમલાનો જવાબ આપી રહ્યા હતા ત્યાં જ બીજી બાજુ જખમી થયેલ સૈનિકોને બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ પહોચાડવાનો પ્રયાસો પણ કરવા લાગ્યા હતા. આ બધું કરવા દરમિયાન સંદીપ દ્વિવેદી પોતે પણ જખમી થઈ ગયા હતા.
ખૂંખાર નક્સલીઓ દ્વારા મોટી સંખ્યામાં સૈનિકોને હતાશ કરવાના ષડ્યંત્રને પણ નિષ્ફળ કરી દીધું છે ઉપરાંત નક્સલીઓ દ્વારા રચવામાં આવેલ ચક્રવ્યૂહ રચનાને પણ તોડી નાખી અને જેના લીધે ઘણા બધા સૈનિકોના જીવ સમયસર બચાવી લેવામાં સફળ રહ્યા. હાલમાં સંદીપ દ્વિવેદીને રાયપુરમાં આવેલ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
આપને જણાવી દઈએ કે, શનિવારના રોજ નક્સલીઓ દ્વારા ઘાત લગાવીને છત્તીસગઢ રાજ્યના બુજપુર અને સુક્મામાં સુરક્ષાદળો પર હુમલો કરી દેવામાં આવ્યો છે. રીપોર્ટમાં જણાવ્યા મુજબ, નક્સલીઓ દ્વારા ૭૦૦ સૈનિકોને એકસાથે ઘેરી લઈને હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં ૨૨ સૈનિકો શહીદ થઈ ગયા છે. તા. ૩ એપ્રિલ, ૨૦૨૧ના રોજ ઘટનાસ્થળેથી એક સૈનિકનો મૃતદેહ મળી આવ્યું હતું. પરંતુ આ નક્સલી હુમલો થઈ ગયા બાદ ૨૧ સૈનિકો ગાયબ થઈ ગયા હતા.
તા. ૪ એપ્રિલ, ૨૦૨૧ના દિવસે સર્ચ ઓપરેશન દરમિયાન ૨૧ સૈનિકોના મૃતદેહ મળી આવ્યા, હજી પણ એક સૈનિક ગાયબ છે. આ સૈનિકની હાલમાં શોધ કરવામાં આવી રહી છે. આ નક્સલી હુમલામાં ૩૧ સૈનિકો ઘાયલ થયા છે તેઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
source https://www.jentilal.com/sandeepladto/
0 Comments