Subscribe Us

Header Ads

લગ્ન પછી પતિ સાથે આ આલિશાન બંગલામાં રહે છે નેહા કક્કર, જોઇ લો તસવીરોમાં નેહાની મસ્તી

બોલીવુડમાં ફિલ્મી એકટર હોય કે પછી સિંગર બધાની જ લાઇફસ્ટાઇલ લકઝરીયસ હોય છે. એમની લકઝરી લાઈફની ઝલક ક્યારેક ક્યારેક એમના ફેન્સને પણ જોવા મળી જાય છે જ્યારે એ પોતાની રૂટિન લાઈફ સાથે જોડાયેલા અમુક ફોટા કે પછી વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. એમાંથી જ એક જાણીતી સિંગર નેહા કક્કર પણ છે

image source

સિંગર નેહા કકકરે સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર પોતાના પતિ રોહનપ્રીત સિંહ સાથેના અમુક ફોટા શેર કર્યા છે. એમાં એમનું આલિશાન ઘરે દેખાઈ રહ્યું છે. આ સુંદર ઘરને જોઈને એમના ફેન્સ પણ મંત્રમુગ્ધ થઈ ગયા છે. પહેલા ફોટામાં નેહા કક્કર પતિ રોહનપ્રીત સિંહ સાથે લિવિંગ રૂમમાં બેઠેલી દેખાઈ રહી છે. હાથમાં ગિટાર લઈને બેઠેલું આ કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.

image source

આ દરમિયાન એમના ઘરની અંદરના ફોટા પણ જોઈ શકાય છે. લિવિંગ રૂમનું ડેકોરેશન ખરેખર જોવા જેવું છે. ઇન્ટિરિયર ડિઝાઈનિંગમાં કલરનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. બધું જ એકદમ સમજી વિચારીને એકદમ પરફેક્ટ રીતે સજાવવામાં આવ્યું છે. ઘરની દીવાલો અને સોફના રંગને મેચ પણ ખૂબ જ ઉમદા રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. એ પછીના ફોટામાં એ પોતાના ભાઈ ટોની કક્કર સાથે દેખાઈ રહી છે.

image source

નેહા કક્કર અને રોહનપ્રીત સિંહના આ ઘરની દીવાલ પર પાછળ લગાવેલી પેઇન્ટિંગ નેહના ઘરની શોભા વધારી રહી છે. એ પચીનો ફોટો જોઈને તમને અંદાજો આવી જશે કે આ સુંદર કપલે પોતાના ઘરને પણ એટલી જ સુંદરતાથી સજાવ્યું છે. લિવિંગ રૂમની બીજી બાજુ કાચ લગાવેલા છે જેમાં મુંબઇનો અદભુત નઝારો જોઈ શકાય છે.

image source

આ પહેલા પણ નેહા કકકરે હોળીના અવસર પર ઘણા ફોટા શેર કર્યા હતા જેમાં એમનો પરિવાર અને એમના મિત્રો દેખાઈ રહ્યા હતા. આ ઘરની છત નીચે હોળીના રંગોમાં ડૂબેલી અભિનેત્રીનો હસતો રમતો પરિવાર ખૂબ જ શાનદાર લાગી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે નેહા કક્કર હાલના દિવસોમાં ઇન્ડિયન આઇડલ 12માં જજ તરીકે કામ કરી હતી પણ કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં લોકડાઉન થઈ જવાના કારણે બધા જ પોતપોતાના ઘરોમાં છે અને આ પળને ખાસ બનાવવામાં લાગી ગયા છે.

image source

જણાવી દઈએ કે નેહા કક્કર અને રોહનપ્રીતસિંહે 24 ઓક્ટોબર ના રોજ દિલ્હી ના ગુરુદ્વારા માં લગ્ન કર્યા હતા. નેહા ના લગ્ન ના ફોટા એ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. આ પછી નેહા અને રોહનપ્રીત હનીમૂન માટે દુબઇ ગયા હતા અને તેમની તસવીરો ચાહકોને ખૂબ પસંદ આવી હતી.

Let's block ads! (Why?)



source https://www.jentilal.com/nehubanglow/

Post a comment

0 Comments