Subscribe Us

Header Ads

હે કુદરત આ કેવા દિવસો…દફન કરવા માટે પણ વેઈટિંગ…અને અહિંયા તો કબર ખોદતા-ખોદતા હાથ પણ છોલાઇ ગયા

મૃત વ્યક્તિને પણ લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર દરીયાન મૃત્યુ પામેલ વ્યક્તિઓની આખા દેશમાં જ આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. સ્મશાન ઘાટની જોવા મળતા બિહામણા દ્રશ્યો પછી હવે શહેરના કબ્રસ્તાનોમાં પણ જગ્યાઓની અછત વર્તાઈ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી જાય છે. કોરોના વાયરસથી સંક્રમિત થઈ જવાના કારણે મૃત્યુ પામેલ વ્યક્તિઓને દફનાવવા માટે ભોપાલ શહેરમાં આવેલ ઝદા કબ્રસ્તાનને નક્કી કરવામાં આવ્યું છે પણ હવે તો ઝદા કબ્રસ્તાનમાં પણ હાઉસ ફૂલના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. ઝદા કબ્રસ્તાનમાં કબર ખોદવાનું કામ કરી રહેલ વ્યક્તિઓના હાથ છોલાઈ ગયા છે, જેના લીધે હવે મૃતદેહને દફનાવવા માટે ખોદવામાં આવતી કબર માટે પણ JCBની મદદ લેવામાં આવી રહી છે.

ઝદા કબ્રસ્તાનમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરતા સમયે સહયોગ કરી રહેલ પૂર્વ કોર્પોરેટર રેહાન ગોલ્ડન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સવારથી લઈને સાંજ સુધી સતત આવી રહેલ જનાજાઓની દફન વિધિ કરવા માટે પણ જગ્યાની અછત વર્તાઈ રહી છે. છેલ્લા એક વર્ષથી સતત આ કબ્રસ્તાનમાં જ કોરોના વાયરસના લીધે મૃત્યુ થયેલ દર્દીઓની દફન વિધિ કરવામાં આવી રહી છે.

વધારે જનાજાઓ આવશે તે વાતનો અંદાજ લગાવતા પહેલેથી જ કબરને ખોદીને રાખવામાં આવી રહી છે તેમ છતાં પણ કરવામાં આવેલ આટલી વ્યવસ્થા પણ ઓછી પડી હોય તેવું જોવા મળ્યું છે. પૂર્વ કોર્પોરેટર રેહાનએ જણાવ્યું છે કે, કબ્રસ્તાનમાં સતત કબર ખોદવાના લીધે ઝદા કબ્રસ્તાનમાં ખોદકામ કરી રહેલ કામદારના હાથ પણ છોલાઈ ગયા છે. જેના લીધે હવે કબર ખોદવા માટે JCBની મદદ લેવામાં આવી રહી છે.

માટીની અછત.

કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા બાદ મૃત્યુ પામેલ ૭ થી ૧૦ મૃતદેહોને રોજ ઝદા કબ્રસ્તાનમાં લાવવામાં આવી રહ્યા છે. જેના લીધે ઝદા કબ્રસ્તાનમાં માટીની પણ અછત વર્તાઈ છે. ઝદા કબ્રસ્તાનમાં ૧૫૦૦ થી ૨ હજાર ટ્રોલી જેટલી માટીની જરૂરિયાત હોય છે. ઝદા કબ્રસ્તાનમાં માટીની અછત પૂરી કરવા માટે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કલેકટરને રજૂઆત કરી દેવામાં આવી છે.

એક જ દિવસમાં ૧૭ જનાજાઓ.

image source

ગુરુવારના રોજ ઝદા કબ્રસ્તાનમાં સૌથી વધારે જનાજા દફન વિધિ માટે આવ્યા હોવાનો રેકોર્ડ નોંધવામાં આવ્યો છે. કમિટી પ્રબંધક રેહાન ગોલ્ડન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અહિયાં ઝદા કબ્રસ્તાનમાં ૧૭ જનાજાઓ આવ્યા, આ ૧૭ જનાજાઓ માંથી ૧૦ દર્દીઓના મૃત્યુ હોસ્પિટલ માંથી લાવવામાં આવ્યા હતા, જયારે ૭ દર્દીઓ એવા હતા જેમની મોત ઘરે જ થઈ ગયા હતા. તેમનું જણાવવું છે કે, તા. ૧ એપ્રિલ, ૨૦૨૧થી લઈને અત્યાર સુધીમાં ઝદા કબ્રસ્તાનમાં ૬૫ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના જનાજાઓ લાવવામાં આવ્યા છે, આ ૬૫ દર્દીઓ માંથી ૫૨ દર્દીઓના મૃત્યુ એમના ઘરે જ અલગ અલગ બીમારીઓના લીધે થયા છે રેહાન ગોલ્ડનનું કહેવું છે કે, આ વખતે ગયા વખતની તુલનાએ બે ગણો થઈ ગયો છે.

અન્ય કબ્રસ્તાનમાં કરવામાં આવી રહી છે દફન વિધિ.

કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના મૃતદેહોને દફન કરવા માટે ઝદા કબ્રસ્તાન સહિત શહેરના અન્ય કબ્રસ્તાન જેવા કે, બડા બાગ, અશોકા હોટલવાળું, છાવણી બાગ, ફરહત અફઝા સહિત અન્ય કેટલાક કબ્રસ્તાનમાં પણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના મૃતદેહોની દફન વિધિ કરવાનો દોર યથાવત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Let's block ads! (Why?)source https://www.jentilal.com/hekudratnokaher/

Post a comment

0 Comments