Subscribe Us

Header Ads

WhatsApp લાવ્યું નાનકડું પરંતુ આ જોરદાર નવું ફીચર્સ, જેમાં હવે યુઝર્સનો ફોટોઝ અને વીડિયો…

લાગે છે કે વોટ્સએપ અને ટેલીગ્રામ અને તેના યુઝર્સને સૌથી સારી સુવિધા પૂરી પાડવામાં હરીફાઈ કરી રહ્યા છે. તાજેતરમાં જ ટેલિગ્રામ એ એના યુઝર્સ માટે અનેક નવા ફિચર્સ એડ કર્યા છે તો whatsapp એ પણ હવે પોતાના યૂઝર્સ માટે નવા ફિચર્સ એડ કરવાનું શરૂ કર્યું છે.

image source

whatsapp એ હવે તેના યુઝર્સને એક નાનકડું પરંતુ મહત્વનું ફિચર્સ આપ્યું છે. કંપની એક નવું અપડેટ જાહેર કરી રહી છે જે ચેટમાં આવેલા ફોટા અને વિડિયો નું મોટા કદનું પ્રિવ્યુ દેખાડશે.

ટ્વિટ કરીને દેખાડ્યું કેવું કામ કરશે નવું ફીચર

Whatsapp એ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે તેનું નવું ફીચર્સ કઈ રીતે કામ કરે છે. અત્યાર સુધી whatsapp પર મોકલવામાં આવેલ ફોટાનો ક્રોપ કરેલ પ્રિવ્યુ દેખાતો હતો અને યુઝર્સને આખો ફોટો જોવા તેના પર ક્લિક કરવું પડતું. પરંતુ હવે નવા અપડેટ સાથે whatsapp ચેટની અંદર જ આખી તસ્વીર પ્રિવ્યુ રૂપે દેખાઇ શકશે. એટલે કે હવે તમને ક્રોપ વર્ઝન નહીં દેખાય. આ સુવિધા whatsapp chats પર મોકલવામાં આવેલા વિડીયો પર પણ લાગુ થશે.

iOS માં અપડેટ વર્ઝન 2.21.71 સાથે આવશે

image source

જો કે આ એક પ્રમુખ whatsapp ફીચર નથી. પરંતુ આ વિશેષ રૂપે મોટી ડિસ્પ્લે ધરાવતા ઉપકરણ માટે નિશ્ચિત રીતે લાભદાયી થશે જેઓ મોટી સાઈઝના ફોન વાપરી રહ્યા હોય. Whatsapp ના આ ફીચરને iOS યુઝર્સ માટે ગયા મહિને એપ સ્ટોરમાં અપડેટ વર્ઝન 2.21.71 સાથે રજૂ કર્યું હતું. હવે એવું લાગે છે કે આ સુવિધા હવે બધા whatsapp યુઝર્સ માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Twitter પણ આવા ફીચર્સની કરી રહ્યું છે તૈયારી

image source

તાજેતરમાં જ ટ્વિટરના ટાઇમલાઈન પર પણ full view ફોટોની ટેસ્ટિંગ શરૂ કરી છે. વર્તમાનમાં જ્યાં ફોટો અડધો દેખાય છે ત્યાં આ ટેસ્ટિંગ આખી તસવીરો ફૂલ વ્યુ શોકેસમાં દેખાશે. એટલે કે તમારા દ્વારા ટ્વિટ કરવામાં આવેલી તસ્વીર બિલકુલ એવી જ દેખાશે જેવી ટ્વિટ કમ્પોઝરમાં દેખાય છે. વર્તમાનમાં તમારે આખી તસ્વીર જોવા માટે ટ્વિટ પર ટેપ કરવાનું રહે છે કારણ કે આ.ટાઇમલાઈન પર તેનું માત્ર એક જ પ્રીવ્યુ દેખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Adblock test (Why?)source https://www.jentilal.com/whatsappmanavu/

Post a comment

0 Comments